જામનગર જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓને તરણેતરના મેળામાં યોજાનાર ગ્રામીણ ઓલમ્પિકમાં ભાગ લેવા અનુરોધ
જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.): સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG) દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે યોજાનાર લોકમેળામાં ૨૦મા ગ્રામીણ ઓલમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ તા.૨૬/૦૮/૨૦૨૫ થી તા.૨૮/૦૮/૨૦૨
સ્પોર્ટ્સ ઓર્થોરિટી


જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.): સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG) દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે યોજાનાર લોકમેળામાં ૨૦મા ગ્રામીણ ઓલમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ તા.૨૬/૦૮/૨૦૨૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ દરમિયાન યોજાશે અને વિજેતા ખેલાડીઓને આકર્ષક રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

​આ ગ્રામીણ ઓલમ્પિકમાં પરંપરાગત અને આધુનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાઈઓ માટે ટૂંકી દોડ, લાંબી દોડ, ૪×૧૦૦ મી. રિલે દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, નારગોયું, કબડ્ડી, રસ્સાખેંચ, અને ખાંડના લાડવા ખાવા સહિતની હરીફાઈ યોજાશે. જ્યારે બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, ૪×૧૦૦ મી. રિલે દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, વોલીબોલ, કબડ્ડી, લંગડી, દોરડાકૂદ (રોપ સ્કીપિંગ), અને માટલાદોડ જેવી સ્પર્ધાઓ યોજાશે. ​આ ઓલમ્પિકમાં ભાગ લેવા ઈચ્છુક રમતવીરોએ તેમના એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતેથી કચેરીના સમય દરમિયાન મેળવી લેવાના રહેશે. ફોર્મ ભરવાની અને મોકલવાની છેલ્લી તારીખ ૨૦/૦૮/૨૦૨૫ છે.

૧૨ અને ૧૬ વર્ષથી ઓછી વયના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એન્ટ્રી ફોર્મ પર પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે. ભરેલા ફોર્મ સ્વખર્ચે ​જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કૃષ્ણનગર સામે, મિલ રોડ, મુ. લીંબડી, જિ. સુરેન્દ્રનગર, પિનકોડ: ૩૬૩૪૨૧, મો.૯૭૨૩૨૯૨૨૭૧ ખાતે મોકલી આપવાના રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande