અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ
અમરેલી 12 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, પ્રાકૃતિક કૃષિ કોલેજ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિતિ ન
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ


અમરેલી 12 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, પ્રાકૃતિક કૃષિ કોલેજ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ લાવવા, જમીનની ઉપજાઉ શક્તિ વધારવા અને રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્રકલ્પો, તાલીમ કાર્યક્રમો તથા ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ તરફ પ્રોત્સાહિત કરવા અંગેની કામગીરી રજૂ કરી.

કલેક્ટરએ પ્રાકૃતિક કૃષિના લાભો, જેમ કે ખેતી ખર્ચમાં ઘટાડો, પાકની ગુણવત્તામાં વધારો અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે સંબંધિત તમામ વિભાગોને સંકલનપૂર્વક કાર્ય કરી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવાનો આહ્વાન કર્યો. બેઠકમાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર સફળ ખેડૂતોના અનુભવ શેર કરાયા તથા આગામી સમયમાં અભિયાનને વધુ ગતિ આપવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા થઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande