સમી પોલીસે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી ક્રેટા કારમાંથી 15.26 લાખનો દારૂ ઝડપ્યો
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): સમી પોલીસે વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી ક્રેટા કારમાંથી 684 બોટલ/ટીન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર ઝડપ્યા. જપ્ત કરાયેલ દારૂની કિંમત 5.11 લાખ રૂપિયા છે, જ્યારે 10 લાખની ક
સમી પોલીસે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી ક્રેટા કારમાંથી 15.26 લાખનો દારૂ ઝડપ્યો


પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): સમી પોલીસે વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી ક્રેટા કારમાંથી 684 બોટલ/ટીન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર ઝડપ્યા. જપ્ત કરાયેલ દારૂની કિંમત 5.11 લાખ રૂપિયા છે, જ્યારે 10 લાખની કિંમતની ક્રેટા કાર અને 15 હજારનો મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ 15.26 લાખનો થયો છે.

પોલીસે કારના ડ્રાઈવર પ્રવીણ ભાંભુ (19, રહે. રામજીનો ગોળ, પનાવલી, તા. ગુડામાલાણી, જિ. બાડમેર, રાજસ્થાન)ને સ્થળ પરથી ઝડપી લીધો. પૂછપરછમાં તેના બે સાગરિત ત્રિલોક ઉર્ફે તિલારામ ચૌધરી (રહે. ગુડામાલાણી) અને બગોદરાનો એક વ્યક્તિ ફરાર હોવાનું બહાર આવ્યું. કારમાંથી બે ખોટી નંબર પ્લેટ પણ મળી આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande