હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાતા શહેર દેશભક્તિના માહોલમાં રંગાયું
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.): હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાતા શહેર દેશભક્તિના માહોલમાં રંગાયું હતું. શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રા યોજાતા વંદે માતરમ અને ભારત માતાકી જયનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાતા શહેર દેશભક્તિના માહોલમાં રંગાયું.

પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.): હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાતા શહેર દેશભક્તિના માહોલમાં રંગાયું હતું. શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રા યોજાતા વંદે માતરમ અને ભારત માતાકી જયનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

જે અંતર્ગત પોરબંદરમાં મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ મંદિર ખાતેથી આ તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સવારે શહેરના રાજમાર્ગો ઉપર દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા યોજાઈ હતી.જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક બી યુ જાડેજા, પોરબંદર જે સી આઈના ફાઉન્ડર પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, ગ્રીન પોરબંદરના ધર્મેશભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોરબંદર શહેરમાં લેડી હોસ્પિટલ સર્કલ ખાતે સુંદર મજાની દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસના જવાનો સહિતના ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા યાત્રાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande