પોરબંદર,12 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર એલ.સી.બી.ની ટીમે પોરબંદરના બે શખ્શોને વિદેશી દારૂની 145 બોટલ ભરેલ બે થેલા અને બે સુટકેસ સહિત 90 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોરબંદર-બગવદર હાઇવે પર બાબડા નજીકથી પકડી પાડયા છે અને દારૂનો આ માલ મંગાવનાર ઝુરીબાગમાં રહેતા શખ્સ સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વખતોવખત પોરબંદર જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા તથા વીરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને મળેલ હકીકતના આધારે પોરબંદર-ખંભાળીયા હાઇવે બાબડા ગાત્રાળ માતાજીના મંદિર પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી હેત્વીક મનસુખભાઈ મોતીવરસ ઉ.વ. 25, છાયાપ્લોટ રીલાયન્સ મોલ પાસે, વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝવાળી ગલીમાં પોરબંદર, રાજ ઉર્ફે બટકો હરીશભાઇ મદલાણી ઉ.વ. 27 રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ, નારાયણનગર પોરબંદરવાળાએ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટીકની કંપની શીલપેક બોટલો નંગ 145 કિ.રૂા. 90,430તથા દારૂની બોટલો ભરવામાં ઉપયોગ કરેલ થેલા નંગ -2 કિંમત રૂા. 200 તથા શુટકેસ નંગ ૨ કિં. રૂા. 1000 મળી કુલ રૂા 91,630ના મુદ્દામાલ સાથે પકડી પાડી દારૂના જથ્થાનો આરોપી પ્રકાશ ઉર્ફે પકો બકાલી લાલજીભઇ મોતીવરસ, રહે. ઝુરીબાગ પોરબંદરવાળાએ મંગાવેલ હોય જેથી ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ પઠાણ, ઉદયભાઇ વરૂ, હીમાંશુભાઈ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya