પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના કિંદરખેડા-મોઢવાડા રોડ પર રીક્ષા પલટીજતા પોરબંદરના એક મહિલાનુ મોત થયુ હતુ જયારે મહિલાનો પુત્ર ઇજાગ્રસ્ત બન્યો હતો ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા ગોરધનાદાસ દયારામ બાપોદારા અને તેમના પત્નિ પુષ્પાબેન અને પુત્ર સારંગ રીક્ષામા લઈ કિંદરખેડાથી મોઢાવાડા તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન રીક્ષાના ચાલકે સ્ટેયરીગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી સજતા સારંગભાઈને ઈજા પહોંચી હતી જયારે તેમના માતા પુષ્પાબેનનુ મોત થયુ હતુ આ બનાવ અંગે સારંગભાઈએ બગવદર પોલીસ સ્ટેશનમાં રીક્ષાના ચાલક ગોરધનદાસ દયારામ બાપોદરા સામે ફરીયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya