મુસાફરોનો જીવ જોખમમાં મૂકી એર ઇન્ડિયાનું તકનિકી ખામીવાળું પ્લેન ભુજ આવ્યું, પેસેન્ઝરોએ હોબાળો કર્યો
ભુજ - કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.): અપૂરતી વિમાની સેવા ધરાવતા ભુજના હવાઇ મથક સાથે જોડાયેલી એર ઇન્ડિયાની ખામીયુકત હવાઇ સેવાનો વધુ એક વખત કડવો અનુભવ દેશ દુનિયાના મુસાફરોને થયો છે. બુધવારે સવારે મુંબઇથી ભુજ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ભુજથી મુંબઇ જવા માટે કેન્સ
ભુજમાં અટવાયેલા પેસેન્જર્સ


ભુજ - કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.): અપૂરતી વિમાની સેવા ધરાવતા ભુજના હવાઇ મથક સાથે જોડાયેલી એર ઇન્ડિયાની ખામીયુકત હવાઇ સેવાનો વધુ એક વખત કડવો અનુભવ દેશ દુનિયાના મુસાફરોને થયો છે. બુધવારે સવારે મુંબઇથી ભુજ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ભુજથી મુંબઇ જવા માટે કેન્સલ કરી નાખવામાં આવી છે. પરિણામે 182 મુસાફરો રઝળી પડ્યા છે. દરમિયાન, ભુજ એરપોર્ટના મેનેજર નવીન સાગરે કહ્યું કે, બપોરે 1 વાગ્યાના અરસામાં આ પ્લેન મુંબઇ તરફ ટેકઓફ થઇ જશે. શું તકનિકી ખામી હતી તે સંદર્ભે તેમણે કહ્યું હતું કે, તે મુદ્દો પાયલોટ જણાવી શકે.

ટેકનિકલ ખામી હતી તો મુસાફરોનો જીવ કેમ જોખમમાં મૂક્યો?

અંતરંગ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, 13મી ઓગસ્ટ, બુધવારે સવારે એર ઇન્ડિયાનું વિમાન ભુજ મોડું પહોંચ્યું હતું. જેના કારણોમાં એમ જાણવા મળ્યું હતું કે, આ વિમાનમાં તકનીકી ખામી હતી. કેટલાકે એવા સવાલ ઉઠાવ્યા હતા કે, ટેકનિકલ કારણોસર જો મોડું પ્લેન આવ્યું હોય તો શા માટે મુંબઇથી ઉડાન ભરાવી હતી. મુસાફરોનો જીવ શા માટે જોખમમાં મૂકાયો.

ભુજથી ફ્લાઇટ કેન્સલ કરાઇ: મુસાફરો મુશ્કેલીમાં દરમિયાન, સવારે 8.30 બદલે 9.30 વાગ્યે ભુજ પહોંચ્યા બાદ આ વિમાન મુંબઇ જવા માટે કેન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી. વિમાનની રાહ જોઇ બેઠેલા 182 મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો તકનિકી કારણોસર કેન્સલ કરવામાં આવ્યું હોય તો હવે મુંબઇ સુધીની મુસાફરી કેવી રીતે કરવી એ સવાલ સામે આવ્યા હતા. મોંઘાભાડા ખર્ચીને રાજકોટ સહિતના સેન્ટર સુધી જવાનો કેટલાક મુસાફરોને વારો આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande