ગ્રામજનોને વિવિધ બેંક યોજનાઓથી માહિતગાર કરવા જાગૃતિ કેમ્પ યોજાયો
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાના હેતુથી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, લીડ બેંક જામનગર દ્વારા લાલપુર તાલુકાના ખાયડી ગામે એક મેગા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા – લાલપુર અને
સેમિનાર


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાના હેતુથી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, લીડ બેંક જામનગર દ્વારા લાલપુર તાલુકાના ખાયડી ગામે એક મેગા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા – લાલપુર અને ગુજરાત ગ્રામીણ બેંક – લાલપુરના સહયોગથી ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ​ખાયડી ગામના સરપંચ રાજશીભાઈ ગાગિયાના પ્રયત્નોથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), અટલ પેન્શન યોજના (APY), અને પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) જેવી મહત્વપૂર્ણ યોજનાઓ વિશે સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી.

​આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના SBI લીડ બેંક મેનેજર પ્રદીપભાઈ પટેલ, RBIના નાણાકીય સાક્ષરતા કાઉન્સિલર જગદીશભાઈ ખોખર, SBIના મેનેજર FI રાજેશભાઈ ભટ્ટ, SBI લાલપુરના બ્રાન્ચ મેનેજર અમરેશ કુમાર, ગુજરાત ગ્રામીણ બેંક લાલપુરના મેનેજર દિગ્વિજયસિંહ સોઢા, SBI RSETIના ફેકલ્ટી યોગેશભાઈ ગજરા, અને આરોહ ફાઉન્ડેશનના વિજયસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ​આ મેગા કેમ્પનો મુખ્ય હેતુ ગામડાના લોકોને બેન્કિંગ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande