ભાવનગર બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કામ માટે લેવાયેલા બ્લોકને કારણે 27 અને 28 ઓગસ્ટની પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ
ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળના રાયગઢ–ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પૂરી પાડવા સંબંધિત કાર્ય માટે બ્લોક લેવાયો છે. આ બ્લોકને કારણે ભાવનગર મંડળના પોરબંદર સ્ટેશન પરથી ચાલતી પોરબંદર–શાલીમાર દ્વિસાપ્તાહિક
ભાવનગર બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કામ માટે લેવાયેલા બ્લોકને કારણે 27 અને 28 ઓગસ્ટની પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ


ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળના રાયગઢ–ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પૂરી પાડવા સંબંધિત કાર્ય માટે બ્લોક લેવાયો છે. આ બ્લોકને કારણે ભાવનગર મંડળના પોરબંદર સ્ટેશન પરથી ચાલતી પોરબંદર–શાલીમાર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન 27.08.2025 અને 28.08.2025ના રોજ રદ (Cancel) રહેશે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

રદ થયેલી ટ્રેનો (Cancelled Trains)

• ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ 27.08.2025 અને 28.08.2025ના રોજ રદ (Cancel) રહેશે.

• ટ્રેન નંબર 12906 શાલીમાર–પોરબંદર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ 29.08.2025 અને 30.08.2025ના રોજ રદ (Cancel) રહેશે.

ઉપરોક્ત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande