રક્તદાન શિબિર , જાયન્ટસ પીપલ્સ દ્વારા યોજવામાં આવી
મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1 ના જાયન્ટ્સ માલપુર આયોજિત અને સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો .. રામાણી બ્લડ બેન્ક મોડાસા ના નવીનભાઈ રામાણી ની ટીમ દ્વારા 32 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું જેમાં પરિવ
રક્તદાન શિબિર , જાયન્ટસ પીપલ્સ દ્વારા યોજવામાં આવી


મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1 ના જાયન્ટ્સ માલપુર આયોજિત અને સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો .. રામાણી બ્લડ બેન્ક મોડાસા ના નવીનભાઈ રામાણી ની ટીમ દ્વારા 32 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું જેમાં પરિવારના મિત્રો સનરાઈઝ સ્કુલના મિત્રો અને માલપુર શહેરમાંથી આવેલ મિત્રોએ યુવાન મિત્રોએ રક્તદાન કરી બીજાને આપણે મદદરૂપ થઈ શકીએ તેવી ભાવનાથી બ્લડ ડોનેશન કર્યું કારણ કે બ્લડ એ કોઈ કંપનીમાં બનતું નથી ફક્ત માનવ શરીરમાંથી જ બ્લડ લીધેલું માનવને કામ આવે છે અકસ્માતના સમયે અને થેલેસેમિયા જેવા રોગોમાં ઘણી બધી લોહીની જરૂર પડે છે તે માટે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ને વિચાર આવ્યો કે, બધું જ પૈસા ખર્ચીને ને મળે પરંતુ લોહી મળવાનું નથી માટે માલપુર જેવા ગુજરાત માં 60 થી 80 ગ્રુપોને બ્લડ ડોનેશન કેમ કરવા માટે વિચાર્યું અને એક ગિફ્ટ અને સર્ટિફિકેટ થી રક્ત દાતા નું સન્માન કર્યું. એક રક્તદાતા ત્રણ વ્યક્તિનું જીવન બચાવે છે માટે દરેક વ્યક્તિએ દર ત્રણ મહિને એકવાર બ્લડ ડોનેશન કરવું જોઈએ તેવી દરેક યુવાનો ને વિનંતી છે આ પ્રસંગે ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અતુલભાઈ સુથાર જાયન્ટ્સ માલપુર ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ વીરપુરા ,રાજેન્દ્રભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande