પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 28 પોસ્ટની 43 જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે યુજીસીના નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ચકાસણી બાદ 156 ઉમેદવારોની અરજીઓ માન્ય રાખવામાં આવી છે. આજથી 20 ઓગસ્ટ દરમિયાન ઈન્ટરવ્યૂ યોજાશે.
પ્રથમ દિવસે સવારે 9:00 વાગ્યાથી હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે ઈન્ટરવ્યૂ શરૂ થયા હતા. જેમાં સહાયક પ્રોફેસર (વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, PGDMLT, વિજ્ઞાન, માઇક્રો-બાયોલોજી, બાયો-ટેક), લેબ આસિસ્ટન્ટ, સ્ટોર ખરીદ અધિકારી અને ટેકનિકલ આસિસ્ટન્ટ (એડમિન) જેવી જગ્યાઓ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યા છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, હેલ્થ સેન્ટર, ઇંગ્લિશ, રિઝલ્ટ સેન્ટર, પીએચડી ફેકલ્ટી સેન્ટર, લીગલ સેલ અને આરટીઆઈ સેલ સહિત કુલ 16 વિભાગોમાં જગ્યા ભરાશે. આ જગ્યાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર, સીસીટીવી ઓપરેટર અને લીગલ ઓફિસરનો સમાવેશ થાય છે. ભરતી પ્રક્રિયાની વિગતવાર માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર