પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના રેલવે ગરનાળા નજીક કૃષ્ણ પાર્ક સોસાયટી સામે રેલવે હદમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ કોહવાયેલી અને વિકૃત હાલતમાં હોવાથી તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહની ઓળખ માટે કામગીરી શરૂ કરી અને મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
મૃતદેહ મળવાની ખબર ફેલાતાં આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થયા હતા. હાલમાં પોલીસ આ મોત હત્યાનું પરિણામ છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે અંગે તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર