આર.ટી.જી.એસ.થી પૈસા ટ્રાન્સફર કરવાનો લોભ આપી વેપારી સાથે 51 લાખની છેતરપિંડી
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- સરથાણા વિસ્તારમાં વેપારી સાથે 51 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. ત્રણ આરોપીઓએ વેપારીને આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા બાદ પરત નહી આપી ચુનો ચોપડ્યો હતો. મોટા વરાછા મંત્ર હોમ્સ ખાતે રહેતા અને વેપાર
fraud


સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- સરથાણા વિસ્તારમાં વેપારી સાથે 51 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. ત્રણ આરોપીઓએ વેપારીને આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા બાદ પરત નહી આપી ચુનો ચોપડ્યો હતો.

મોટા વરાછા મંત્ર હોમ્સ ખાતે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા દિનેશ તુલસીભાઈ કુકડીયા પાસેથી ગત તા 6 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ દરમ્યાન સરથાણા જકાતનાકા પાસે રોયલ આર્કેડમાં આવેલ દુકાનમાં કિશોરભાઈ ઘોડાદરા (રહે, કતારગામ), ભરતભાઈ પટેલ અને કિરીટ ઉર્ફે કે.કે.પટેલે ઍજન્ટ તરીકે કમિશનની દલાલી પેટે પૈસા આરટીજીઍસ થી ટ્રાન્સફર કરી આપવાની લાલચ આપી તેમની પાસેથી આરટીજીઍસïના 50 લાખ અને કમિશન પેટે 1 લાખ મળી કુલ રૂપિયા 51 લાખ લીધા બાદ પૈસા આરટીજીઍસ નહી કરી કે પરત નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે દિનેશભાઈની ફરિયાદ લઈ ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande