નેત્રમ ટીમ અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અંતર્ગત અરજદારને બે સોનાની વીંટી પરત
બોટાદ13 ઓગસ્ટ (હિ.સ.): બોટાદ જિલ્લાના સમઢીયાળા-સેંથળી વચ્ચે આવેલ CNG પંપ ખાતે એક વ્યક્તિની કિંમતી બે સોનાની વીંટી, અંદાજીત કિંમત રૂ. 80,000 પડી જવાથી તે ગુમ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ''વિશ્વાસ પ્રોજેક્ટ'' અંતર્ગત લગાવાયેલા CCTV કેમેરાના ટેકનિકલ એ
CCTV ટેકનિકલ એનાલિસિસથી મળી કિં.રૂ. 80,000ની બે સોનાની વીંટી, નેત્રમ ટીમ અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અંતર્ગત અરજદારને પરત


બોટાદ13 ઓગસ્ટ (હિ.સ.): બોટાદ જિલ્લાના સમઢીયાળા-સેંથળી વચ્ચે આવેલ CNG પંપ ખાતે એક વ્યક્તિની કિંમતી બે સોનાની વીંટી, અંદાજીત કિંમત રૂ. 80,000 પડી જવાથી તે ગુમ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા 'વિશ્વાસ પ્રોજેક્ટ' અંતર્ગત લગાવાયેલા CCTV કેમેરાના ટેકનિકલ એનાલિસિસ દ્વારા નેત્રમ ટીમે સુત્ર હાથ ધર્યું. સાવધાનીપૂર્વક વિડિયો ફૂટેજ તપાસ્યા બાદ વીંટી મળ્યાની ખાતરી કરી તેને સુરક્ષિત રીતે જપ્ત કરવામાં આવી. પછી “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત રૂરલ પોલીસ સ્ટેશન તથા નેત્રમ ટીમના સંયુક્ત પ્રયાસોથી વીંટી મૂળ અરજદારને સન્માનપૂર્વક પરત કરવામાં આવી. આ કામગીરીથી ગુમ થયેલા કિંમતી આભૂષણની સુરક્ષિત વાપસી થતાં અરજદારે પોલીસ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો.

પોલીસ વિભાગે જણાવ્યું કે, આવી ઘટનાઓમાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત લગાવાયેલા CCTV કેમેરા ગુમ થયેલ સામાન શોધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande