પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમા એક પરિણિતાને એક શખ્સે જો મિત્રા નહિં રાખે તો તેમના સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોરબંદરના છાયા હાથીના દવાખાને પાસે રહેતા ચિરાગ હરિશભાઈ બદીયાણી નામનો શખ્સે એક પરિણિતાને ફોન કરી અવારનાવર પોતાની સાથે મિત્રતા રાખવાનુ કહેતો હતો તેમજ પોતાની સાથે જાતીય સંબધો રાખવા પણ દબાણ કરતો હતો, જો સંબધ નહિં રાખે તો ચારિત્રય બાબતે ખોટી રીતે બદનામ કરી ઘરેથી ઉપાડી જવાની તેમજ તેમના સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પરિણિતાએ કમલબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya