કતારગામમાં વૈધ પિતા-પુત્ર સહિત ત્રણ હીરા દલાલ સામે ગુનો નોંધાયો
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-કતારગામ બંબાવાડી વિસ્તારમાં હીરાનો ધંધો કરતા વેપારી પાસેથી વૈધ પિતા-પુત્ર સહિત ત્રણ હીરા દલાલોઍ રૂપિયા 16.88 લાખના હીરા દલાલી ઉપર વેચાણ કરવા માટે લીધા બાદ સગેવગે કરી છેતરપિંડી કરી હતી. પોલીસ સૂત્રોનાï જણાવ્યા મુજબ અડાજણ, ઍલ.પી
કતારગામમાં વૈધ પિતા-પુત્ર સહિત ત્રણ હીરા દલાલ સામે ગુનો નોંધાયો


સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-કતારગામ બંબાવાડી વિસ્તારમાં હીરાનો ધંધો કરતા વેપારી પાસેથી વૈધ પિતા-પુત્ર સહિત ત્રણ હીરા દલાલોઍ રૂપિયા 16.88 લાખના હીરા દલાલી ઉપર વેચાણ કરવા માટે લીધા બાદ સગેવગે કરી છેતરપિંડી કરી હતી.

પોલીસ સૂત્રોનાï જણાવ્યા મુજબ અડાજણ, ઍલ.પી.સવાણી. રોડ, મધુવન સર્કલની બાજુમાં, શીલાલેખ ઍપાર્ટમેન્ટમાં રહેતા હીરા વેપારી અલ્પેશભાઈ છગનભાઈ નાવડીયા (ઉ,.વ.43) પાસેથી ગત તા 13 સપ્ટેમ્બર 2024 ના રોજ તેની જ ઍપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલ રાદેશ શંકરલાલ વૈધ અને તેનો પુત્ર નિહાર રાજેશ વૈધ તેમજ ચેતન પ્રવિણ જાજડીયા (રહે, ત્રીભુવન હાઈટ્સ, મોટા વરાછા)ઍ પાંચ દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાના વાયદે રૂપિયા 16,88,500 ના મત્તાના હીરાનો માલ દલાલી ઉપર વેચાણ કરવા માટે લઈ ગયા હતા. નક્કી કરેલ સમયમાં ત્રણેય જણાઍ હીરા કે પેમેન્ટ પરત નહી આપતા અલ્પેશભાઈઍ ïઉઘરાણી કરતા ગાળાગાળી કરી ટાંટીયા તોડાવીï નાંખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મોબાઈલ નંબર બ્લોકમાં નાંખી દીધો હતો. અલ્પેશભાઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ત્રણેય સામે કતારગામ પોલીસમાં ફરિયાદ નોîધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande