પાટણમાં ભક્તિમય નાગપંચમીની ઉજવણી, ઠેર ઠેર ગોગા મહારાજના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન-પૂજન કર્યા
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસમાં પાટણની ધર્મપ્રેમી પ્રજાએ નાગપંચમીની ઉજવણી ભક્તિમય માહોલમાં કરી. શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. પ્રાચીન ત્રણ દરવાજા પાસે આવેલા ત્રિપોરિયા ગોગા મહારાજ મંદિરે હવનનું આયોજન થયું
પાટણમાં ભક્તિમય નાગપંચમીની  ઉજવણી, ઠેર ઠેર ગોગા મહારાજના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન-પૂજન કર્યા

પાટણમાં ભક્તિમય નાગપંચમીની  ઉજવણી, ઠેર ઠેર ગોગા મહારાજના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન-પૂજન કર્યા

પાટણમાં ભક્તિમય નાગપંચમીની  ઉજવણી, ઠેર ઠેર ગોગા મહારાજના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન-પૂજન કર્યા

પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસમાં પાટણની ધર્મપ્રેમી પ્રજાએ નાગપંચમીની ઉજવણી ભક્તિમય માહોલમાં કરી. શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. પ્રાચીન ત્રણ દરવાજા પાસે આવેલા ત્રિપોરિયા ગોગા મહારાજ મંદિરે હવનનું આયોજન થયું હતું, જ્યારે પંચાસરા ચોકના વડવાળા નાગ દેવતાના મંદિરે દર્શનાર્થીઓનો ધસારો જામી ગયો હતો.

પંચાસર જૈન દેરાસરમાં સ્થિત પ્રાચીન ગોગા મહારાજની મૂર્તિને વિશેષ દર્શન માટે બહાર લાવવામાં આવી હતી. પાટણ નજીકના ચાણસ્માના ધરર્મોડા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન-પૂજન કર્યા. જિલ્લા પંચાયત ખાતેના ગોગા મહારાજના મંદિરમાં જિલ્લા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ પટેલ સહિત કર્મચારીઓએ પૂજા-અર્ચના કરી હતી.

શ્રી રોટલીયા હનુમાન ધામ ખાતે શ્રી નાગવા સૂકી દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. ગોગા મહારાજને પ્રસાદ સ્વરૂપે બાજરીના લોટમાંથી બનેલી કુલેર, શ્રીફળ અને માતારની થાળીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાંજે મહાઆરતી સાથે નાગપંચમીની ઉજવણીનો સમાપન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande