પાલિતાણામાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં ૭૯મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ
ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.): પાલિતાણા ખાતે આવનારા ૭૯મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈ રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ પાલિતાણા ખાતે થવાનો હોવાથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર આયોજનનું રિહર
પાલિતાણામાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં ૭૯મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનુંરિયલ્સર


ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.): પાલિતાણા ખાતે આવનારા ૭૯મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈ રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ પાલિતાણા ખાતે થવાનો હોવાથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર આયોજનનું રિહર્સલ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોલીસ દળ, એન.સી.સી., સ્કાઉટ-ગાઈડ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો. કલેકટરે કાર્યક્રમના ક્રમ, આયોજન અને શિસ્તનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા. પેરેડ, ધ્વજવંદન, રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રિહર્સલ નિહાળી કલેકટરે આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવાના સૂચનો સાથે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, ડી.એસ.પી., તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ભવ્ય અને શ્રેષ્ઠ રીતે પાર પડે તે માટે તમામ તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande