પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.): વડનગર સ્થિત શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં 12 ઓગસ્ટે ભારતીય અવકાશ સંશોધનના પિતામહ ડૉ. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ ઉજવાઈ. શાળાના આચાર્ય કલ્પેશભાઈ અખાણીએ ડૉ. સારાભાઈના જીવન અને કાર્ય વિશે માહિતગાર કર્યા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ રોશની ચૌધરી, દીયા ચૌધરી અને નિકીતા ચૌધરીએ વિક્રમ સારાભાઈ પર વક્તવ્ય આપ્યા, જ્યારે શિક્ષક બાબુભાઈ સોલંકીએ પોતાના વિચારો રજૂ કર્યા. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ડૉ. સારાભાઈના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરી. વિજ્ઞાન શિક્ષિકા પૂરીબેન ચૌધરીએ ગણિત અને વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કર્યું. કાર્યક્રમનું સફળ આયોજન શિક્ષકો રાજુભાઈ રાજદેવ અને કિરીટભાઈ પ્રજાપતિએ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર