શંખેશ્વર નવકાર મંદિરે 15 ઓગસ્ટે જૈનાચાર્યની 100મી માસિક પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવ યોજાશે
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.): શંખેશ્વર મહાતીર્થના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં 15 ઓગસ્ટ, શુક્રવારે, સૌધર્મ બૃહત્તપાગચ્છીય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરિ મહારાજની 100મી માસિક પુણ્યતિથિ નિમિત્તે પુણ્ય સપ્તમી મહોત્સવ યોજાશે. મંદિરમાં ચાતુર્માસ બિરાજમાન વિજય જયન્તસેન
શંખેશ્વર નવકાર મંદિરે 15 ઓગસ્ટે 100મી માસિક પુણ્યતિથિ મહોત્સવ યોજાશે


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.): શંખેશ્વર મહાતીર્થના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં 15 ઓગસ્ટ, શુક્રવારે, સૌધર્મ બૃહત્તપાગચ્છીય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરિ મહારાજની 100મી માસિક પુણ્યતિથિ નિમિત્તે પુણ્ય સપ્તમી મહોત્સવ યોજાશે. મંદિરમાં ચાતુર્માસ બિરાજમાન વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજોની નિશ્રામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવસની શરૂઆત ગુરુ સ્મરણ પાઠથી થશે, બાદમાં જૈનાચાર્યના જીવન પ્રસંગો આધારિત ગુણાનુવાદ સભા અને બપોરે ગુરુપદ પૂજન યોજાશે. સાંજે ગુરુ સંબંધિત ગીતોની સંધ્યા ભક્તિ અને જિનાલયમાં ભગવાનની અંગરચના સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. સાંજે જૈનાચાર્યની પ્રતિમા સમક્ષ ભવ્ય આરતીનું આયોજન છે.

આ મહોત્સવમાં ચાતુર્માસ માટે શંખેશ્વર તીર્થમાં બિરાજમાન આચાર્ય ભગવંતો, મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતો અને શ્રાવકો હાજરી આપશે. મહોત્સવનું આયોજન થરાદ તીર્થ નિવાસી પુનમચંદભાઈ ખેમચંદભાઈ સંઘવી પરિવાર (મુંબઈ-રાજકોટ) તરફથી કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande