જામનગરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં માથાકૂટ: માતા-પુત્રીએ યુવકને મારમાર્યો
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના કોર્ટ કમ્પાઉન્ડમાં ગઈકાલે બપોરે એક મહિલા તથા તેની પુત્રીએ એક યુવક સાથે કરેલી ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે તેની સાથે જ મહિલા તથા આ યુવકે પોલીસમાં સામસામી ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે મહિલા, તેની પુત્રી તથા બે શખ્સ સ
મારામારી


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના કોર્ટ કમ્પાઉન્ડમાં ગઈકાલે બપોરે એક મહિલા તથા તેની પુત્રીએ એક યુવક સાથે કરેલી ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે તેની સાથે જ મહિલા તથા આ યુવકે પોલીસમાં સામસામી ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે મહિલા, તેની પુત્રી તથા બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના હરીયા કોલેજ વિસ્તારમાં આવેલા કૈલાસનગરની શેરી નં.૩માં રહેતા રશીદાબેન ગુલઝારભાઈ ખફી નામના મહિલા ગઈકાલે બપોરે કોર્ટ કમ્પાઉન્ડમાં હતા ત્યારે સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અકબર યુસુફ ખફી નામના શખ્સે તેઓને સીસકારાથી બોલાવ્યા હતા. રશીલાબેન તથા તેમની પુત્રી શહેનાઝ ત્યાં જતા અકબરે વ્યાજે આપેલા પૈસા અંગે રશીદાબેને કરેલી ફરિયાદ બાબતનો ખાર રાખી ગાળો ભાંડી હતી અને તેઓની પુત્રીને પોતાની સાથે લઈ જવાનું કહી ઢીકાપાટુથી માર મારી સમાધાન કરી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ફરિયાદની સામે અકબર યુસુફ ખફીએ વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યા મુજબ શંકરટેકરીમાં રહેતા અનવર કાસમ ખફી તથા તેના ભાઈ ઈકબાલ કાસમ ખફી સાથે ઝઘડો થયો હોય તે બાબતે વકીલ પાસે અરજી ટાઈપ કરાવવા ગયા ત્યારે અનવર કાસમ ખફીના સાસુ રશીદાબેન તથા સાળી શહેનાઝ વસીમ ખફી અને અનવર ઉર્ફે અનો કાસમ ખફી ત્યાં હાજર હતા. આ વ્યક્તિઓએ અના કાસમના કહેવાથી અકબર યુસુફ ખફીને ગાળો ભાંડી વાળ પકડી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને અનવર કાસમ સામે અરજી કરીશ તો ટાંટીયા ભંગાવી નાખીશ તેવી ધમકી આપી હતી.

પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદ પરથી બે મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલના આ બનાવનો કોઈએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાે હતો. કોર્ટ કમ્પાઉન્ડમાં સરાજાહેર આવી રીતે મારામારી થતાં દોડી આવેલી પોલીસે સ્થળ પરથી ચારેય વ્યક્તિને પોલીસ મથકે ખસેડ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande