ગીર સોમનાથ જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી તાલાલા પોલીસ
ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગનાઓ દ્વારા પો.સ્ટે.વિસ્તારમાં જુગાર-પ્રોહી અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા
ગીર સોમનાથ જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી તાલાલા પોલીસ


ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગનાઓ દ્વારા પો.સ્ટે.વિસ્તારમાં જુગાર-પ્રોહી અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સખત સુચના આપેલ હોય, જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એન.ગઢવી સાહેબની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ રામસીભાઇ વાલાભાઇ પરમાર તથા પો.કોન્સ રજનીભાઇ દેદાભાઈ મોરી તથા જી.આર.ડી સભ્ય ગોપાલભાઇ જીવાભાઇ પરમાર તથા ટી.આર.બી સભ્ય સંજયભાઇ કાનાભાઈ રામ તથા કનુભાઇ વિનેશભાઇ મારડીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જન્માષ્ટમી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ રજનીભાઇ દેદાભાઇ મોરી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તાલાલા નરસંગ ટેકરી વિસ્તારમાં ખોડીયાર ગરબી ચોક પાસે મુકેશભાઈ રામાભાઈ ગઢીયાના રહેણાક મકાનની સામે રોડ ઉપર જાહેરમાં જુગારની રેઇડ કરી નીચે જણાવેલ વિગત મુજબનો જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તાલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૧૦૧૨/૨૦૨૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> આરોપીઓ :-

(૧) સાગરભાઇ લખમણભાઈ વાજા રહે,તાલાલા નરસંગ ટેકરી તા. તાલાલા

(૨) રાજેશભાઇ લખમણભાઇ બાંભણીયા રહે,તાલાલા નરસંગ ટેકરી તા.તાલાલા

(૩) કાળુભાઈ નાથાભાઈ ગઢીયા રહે,તાલાલા નરસંગ ટેકરી તા.તાલાલા

(૪) સુભાષભાઈ મુલચંદ્રભાઈ ડોડેજા રહે,તાલાલા નરસંગ ટેકરી તા. તાલાલા

(૫) નિતીનભાઇ મનુભાઈ જોષી રહે,તાલાલા નરસંગ ટેકરી તા.તાલાલા

> કબ્જે કરેલ મુદામાલ :-

(૧) રોકડ રૂ.૧૦,૩૬૦/-

(૨) જુગાર સાહિત્ય કિ.રૂ.૦૦/-

કુલ મુદામાલ કિ.રૂ.૧૦,૩૬૦/-

> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

પો.ઇન્સ જે. એન. ગઢવી તથા પો.કોન્સ આર વી.પરમાર તથા પો.કોન્સ રજનીભાઈ દેદાભાઈ મોરી તથા જી.આર.ડી સભ્ય ગોપાલભાઈ જીવાભાઇ પરમાર તથા ટી.આર બી સભ્ય સંજયભાઈ કાનાભાઈ રામ તથા કનુભાઇ વિનેશભાઇ મારડીયા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande