ગીર સોમનાથ ઉના તાલુકાના ખજૂદ્રા અને ઉમેજ ગામે આંગવાડીનું ખાતમુહૂર્ત તેમજ ઉમેજ ગામે નવા બનેલા સી.સી.રોડનું લોકાર્પણ કરતા ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ)...
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ઉના તાલુકાના ખજૂદ્રા ગામે તેમજ ઉમેજ ગામે નવી અદ્યતન સુવિધામાં બનનાર આંગણવાડીનું ખાતમુહૂર્ત ઉના અને ગીરગઢડા તાલુકાના વિકાસશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેમજ ઉમેજ ગામમાં આંતરિક શેરીઓમાં બનેલા સ
ખજૂદ્રા ગામે તેમજ ઉમેજ ગામે નવી અદ્યતન સુવિધામાં બનનાર આંગણવાડીનું ખાતમુહૂર્ત


ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ઉના તાલુકાના ખજૂદ્રા ગામે તેમજ ઉમેજ ગામે નવી અદ્યતન સુવિધામાં બનનાર આંગણવાડીનું ખાતમુહૂર્ત ઉના અને ગીરગઢડા તાલુકાના વિકાસશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેમજ ઉમેજ ગામમાં આંતરિક શેરીઓમાં બનેલા સી.સી.રોડનું લોકાર્પણ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે રીબીન કાપી રોડને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, જીલ્લા પંચાયત ના સદસ્ય ભાવેશભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયતના સદસ્ય રામભાઈ ચૌહાણ, ભાવુભાઈ ચાવડા, મુસ્લિમ સમાજના આગેવાન મુનાભાઈ ઉન્નડજામ, ખજૂદ્રા ગામના સરપંચ બાલુભાઈ રાઠોડ, ઉમેજ ગામના સરપંચ હામભાઈ વાળા, હસમુખભાઈ ગોહિલ તેમજ આગેવાનો કાર્યકર્તાઓ અને આઈ.સી.ડી.એસ ઓફીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande