ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.)પ્રભાસ પાટણ દરજી સમાજ દ્વારા પ્રાચીન સમયથી માનવવામાં આવતો કાજરા મહોત્સવ એટલે કાજરાચોથ તે જે પ્રમાણે પ્રભાસ પાટણમાં પણ આ ઉત્સવ પરંપરાગત વિધિ પ્રમાણે મનાવાય છે ઉત્સવની વિધિ પ્રમાણે એક મંડપ તૈયાર કરવામાં આવે છે તે રામ તુલસી પાનથી બનાવવામાં આવે છે તે મંડપની પૂજા તથા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવે છે ત્યારબાદ આગેવાનો ગરબા ગાઈ ને ગરબા રમે છે ત્યારબાદ ઉત્સવની પુણૉહુતિ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ