રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 14 અને 15 ઓગસ્ટ પોરબંદર જિલ્લાના પ્રવાસે
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): 79 માં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.14મી અને તા.15 મીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 14 અને 15 ઓગસ્ટ પોરબંદર જિલ્લાના પ્રવાસે


પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): 79 માં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.14મી અને તા.15 મીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાશે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તા.14 ના રોજ સાંજે 4:30 કલાકે જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાશે છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તા.14ના રોજ કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદર ખાતે સાંજે 6.30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સાથે સામાજિક ક્ષેત્રે યોગદાન આપનારા અને વિશિષ્ટ સિધ્ધીઓ પ્રાપ્ત કરનાર પોરબંદર જિલ્લાના નાગરિકોનું સમ્માન કરશે. આ ઉપરાંત વિકાસના કામોનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરાશે. આ તકે પોલીસ વિભાગ તરફથી આયોજિત શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવશે.

તા.15 ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં કે.એચ.માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદર ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગરિમામય ઉજવણી કરવામાં આવશે. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9 કલાકે ધ્વજવંદન કરી, રાજ્યના નાગરિકોને પોરબંદરથી સંબોધન કરશે. આ તકે કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનાં ભાગરૂપે પોરબંદર શહેરમાં વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને રાત્રીના કલેકટર ઓફિસ, ડિઝાસ્ટર ભવન, સેવાસદન - 2, કોર્ટ, સર્કિટ હાઉસ સહિતની સરકારી ઈમારતોમાં માર્ગ અને મકાનના ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા રોશનીથી શણગારવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande