ભાવનગર 13 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લાના તાલાળા તાલુકાના દિહોર ગામે આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો” જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ગામજનો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જનસભામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીની નીતિઓ, વિકાસ અભિગમ અને જનહિત માટે હાથ ધરાયેલી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે અનેક ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા. નવા જોડાયેલા સભ્યોને પાર્ટીના આગેવાનો દ્વારા આવકાર અપાયો અને ભાવિ સમયમાં ગામ તથા તાલુકાના વિકાસ માટે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
સભા દરમિયાન ગ્રામજનોની સમસ્યાઓ, સ્થાનિક વિકાસના મુદ્દાઓ તથા શિક્ષણ-આરોગ્ય જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી. આગેવાનોે જણાવ્યું કે, પારદર્શક શાસન અને જનહિતના નિર્ણયો દ્વારા જ સાચો વિકાસ શક્ય છે. દિહોર ગામમાં યોજાયેલી આ જનસભાથી સ્થાનિક સ્તરે રાજકીય ચેતના વધારાઈ હતી અને પાર્ટીમાં નવા સભ્યોના જોડાણથી સંગઠન વધુ મજબૂત બન્યું છે. કાર્યક્રમના અંતે આગેવાનોે સૌનો આભાર માન્યો અને વિકાસ માટે એકતાથી કાર્ય કરવાની અપીલ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai