બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર - 2ના પાંચપડા વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી
બોટાદ13 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ બોટાદ શહેરના આરોગ્ય કેન્દ્ર-2 હેઠળ આવતા પાંચપડા તથા ભરતનગર વિસ્તારોમાં જિલ્લા MPHS, લેબ ટેક્નિશિયન (L.T.) અને DSBCCની ટીમ દ્વારા વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગો અંગે સર્વેલન્સ અને સુપરવિઝન કામગીરી હાથ ધરાઈ હતી. ટીમે ઘરઘર જઈન
આજરોજ બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર - 2ના પાંચપડા વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી


બોટાદ13 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ બોટાદ શહેરના આરોગ્ય કેન્દ્ર-2 હેઠળ આવતા પાંચપડા તથા ભરતનગર વિસ્તારોમાં જિલ્લા MPHS, લેબ ટેક્નિશિયન (L.T.) અને DSBCCની ટીમ દ્વારા વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગો અંગે સર્વેલન્સ અને સુપરવિઝન કામગીરી હાથ ધરાઈ હતી. ટીમે ઘરઘર જઈને પરિસરની સફાઈ, પાણીના સ્ત્રોતોની તપાસ અને મચ્છર પ્રજનન રોકથામ અંગે જરૂરી તપાસ કરી.

તે ઉપરાંત, IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓ અંતર્ગત સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા પાણીના સંગ્રહ સ્થળોને સ્વચ્છ રાખવા, કૂલર-ટાંકીની નિયમિત સફાઈ કરવા અને ગંદા પાણીના નિકાલ અંગે જાગૃત કરવામાં આવ્યા. પાણીજન્ય રોગો અટકાવવા ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી. ટીમે જણાવ્યું કે, મોસમી બીમારીઓની રોકથામ માટે નાગરિકોનું સહયોગ અત્યંત જરૂરી છે. કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક રહીશો તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને સૌએ સ્વચ્છતા જાળવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande