સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહાજના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરની સરસ્વતી નદીના તટે આવેલ માધુ પાવડીયા ઘાટ પર સ્થીત તમામ નાગદેવતાઓનું ઉત્પતિ સ્થાન મનાતા પારસ પીંપળી શ્રી ગોગા મહારાજનુ પ્રાચીન મંદીર આવેલ છે જ્યાં નાગપંચમીના દિવસે પાંચ યજમાનો દ્વારા હવન કરવામાં આવ્યો હતો તથા ધજા ચડાવ
સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહાજના મંદિરે ભક્તો નુ ઘોડાપૂર ઉમટ્યું


સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહાજના મંદિરે ભક્તો નુ ઘોડાપૂર ઉમટ્યું


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરની સરસ્વતી નદીના તટે આવેલ માધુ પાવડીયા ઘાટ પર સ્થીત તમામ નાગદેવતાઓનું ઉત્પતિ સ્થાન મનાતા પારસ પીંપળી શ્રી ગોગા મહારાજનુ પ્રાચીન મંદીર આવેલ છે જ્યાં નાગપંચમીના દિવસે પાંચ યજમાનો દ્વારા હવન કરવામાં આવ્યો હતો તથા ધજા ચડાવવામાં આવી હતી. દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું યજમાન દ્વારા આયોજન કરાયું હતું.વહેલી સવારથી શહેરી અને આસપાસના ગામો માથી યુવાનો, માતાઓ,બહેનો અને શ્રદ્ધાળુઓ વહેલી પરોઢથી ધજા લઈને પગપાળા ગોગા મહારાજના દર્શને પારસ પીંપળી પહોચ્યા હતા. પારસ પીંપળી ગોગા મહારાજ નાગ પંચમી સેવક મંડળ તથા ગોગા મહારાજના પૂજારી અવિનાશભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande