જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી
જુનાગઢ, 13 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા શ્રી ડો. એસ.આર.રંગનાથનના જન્મદિવસને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ
કોલેજમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી


જુનાગઢ, 13 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા શ્રી ડો. એસ.આર.રંગનાથનના જન્મદિવસને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત કૉલેજના ગ્રંથાલય વિભાગમાં ગ્રંથપાલ એ.સી.વાઘેલા દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં અમુલ્ય કહી શકાય તેવું ગ્રંથાલય આવેલું છે. અનેક અત્યંત દુર્લભ પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. સુવર્ણથી મઢેલા ટાઈટલવાળા દુર્લભ પુસ્તકોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આ પુસ્તકરૂપી અમુલ્ય વારસાને જાણે તથા તેના અભ્યાસમાં ઉપયોગ કરે તે હેતુથી રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિતે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્ષણે કોલેજના આચાર્ય શ્રી ડૉ.જે.આર.વાંઝા, શ્રી ડૉ. પી.વી.બારસીયા, વિવિધ અધ્યાપક્શ્રીઓ અને વિદ્યાર્થીઓએ આ પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો હતો. એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે- તેના મહત્વ વિષે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝા દ્વારા ગ્રંથપાલ એ.સી.વાઘેલા તથા સમગ્ર ગ્રંથાલય સ્ટાફને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande