જામનગર શહેર-જિલ્લામાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓની રજા રદ્દ કરાઈ
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અન
કલેક્ટર ઓફિસ


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ્ કરવામાં આવી છે. આ ઉપરાંત જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે, તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે. કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના કોઈપણ અધિકારી કે કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડવાની મંજુરી આપવામાં આવશે નહીં.

આ સૂચનાઓનો કડક અમલ કરવા માટે સર્વે પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સર્વે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, જેટકો, પી.જી.વી.સી.એલ., નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), જી.એસ.આર.ટી.સી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય, પંચાયત તથા વિદ્યુત), સિંચાઈ વિભાગ, ઊંડ જળ સિંચન વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ (રાજ્ય), એન.એચ.એ.આઈ., ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ડિસ્ટ્રીક્ટ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ખાણ-ખનિજ વિભાગ, આયોજન કચેરી, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, વાસ્મો, આરોગ્ય વિભાગ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જામનગરના સંકલનમાં રહીને આ આદેશનું ચૂસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande