પાટણમાં તિરંગા યાત્રા સાથે, દેશભક્તિનો ઉલ્લાસ
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. રાજ્યસભા સાંસદ મયંક નાયકે એમ એન હાઈસ્કૂલથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર
પાટણમાં તિરંગા યાત્રા સાથે દેશભક્તિનો ઉલ્લાસ


પાટણમાં તિરંગા યાત્રા સાથે દેશભક્તિનો ઉલ્લાસ


પાટણમાં તિરંગા યાત્રા સાથે દેશભક્તિનો ઉલ્લાસ


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. રાજ્યસભા સાંસદ મયંક નાયકે એમ એન હાઈસ્કૂલથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત અનેક અધિકારીઓ યાત્રામાં જોડાયા.

યાત્રામાં બે ઘોડેસવાર, પોલીસ વિભાગની ખુલ્લી જીપ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોની હજારોની ભીડ જોડાઈ. માર્ગમાં રંગીલા હનુમાન, ત્રણ દરવાજા અને હિંગળાજ ચાર રસ્તા થઈને બગવાડા સુધી યાત્રા આગળ વધતી રહી. દેશભક્તિના ગીતો અને નારાઓથી શહેર ગુંજી ઉઠ્યું.

પ્રગતિ મેદાન ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને એકતાના સંદેશ સાથે સૌના મનમાં ઉર્જા અને ગૌરવની લાગણી જગાવી ગયો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande