મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી એ પર્યાવરણના સંરક્ષણ માટે મિશન લાઇફ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. મિશન લાઇફ એ આપણા વડાપ્રધાન દ્વારા પર્યાવરણના સંરક્ષણ/સંરક્ષણ માટે ધ્યાનપૂર્વક સંસાધનના ઉપયોગને પ્રોત્સાહન આપતી વૈશ્વિક પહેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
મિશન લાઇફના મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે છે. આ કાર્યક્રમ લોકોને પર્યાવરણના સંરક્ષણ માટે લેવાતા પગલામાં ભાગીદાર બનાવવા કામગીરી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વીજળી અને પાણીના બચાવ, વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટેનેબલ ફૂડ સિસ્ટમ ( મિલેટને લગતા ભોજનનો પ્રચાર), સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા, ઈ-વેસ્ટ નો ઘટાડો જેવાની સાથે લોકોને હેલ્ધી લાઇફસ્ટાઈલ તરફ વળવા અંગે પ્રયત્નો કરવામાં આવશે.
મિશન લાઇફના વિવિધ ધ્યેય સુધી પહોંચવા આગામી દિવસોમાં શાળા, કોલેજોમાં વિવિધ વર્કશોપ અને સેમીનારનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત સાયકલોથન, વોકેથોન, રેલી જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ સાથેજ સફાઈ કાર્યક્રમ, વૃક્ષારોપણ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઈ-વેસ્ટ કલેક્શન, સોશિયલ મીડિયા કેમ્પેઇન, મીલેટ બૅઝ કુકિંગ કોમ્પિટિશન સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર ડી. વી.મકવાણા સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન જિલ્લાના અધિકારીઓ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ