બોટાદ, 13 ઓગસ્ટ (હિ.સ.): બરવાળા પોલીસ સ્ટેશનના ગુમ નં. 12/2025ના કેસમાં આશરે એક મહિના થી ગુમ થયેલી મહિલાને હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી જામનગરમાંથી સલામત શોધી કાઢી હતિ. I.U.C.A.W. યુનિટ અને બોટાદ ટેકનિકલ ટીમ એ સફળ કામગીરી કરી હતી. બરવાળા પોલીસ સ્ટેશન હદના જાણવા જોગ ગુમ નંબર 12/2025 હેઠળ નોંધાયેલા કેસમાં આશરે એક મહિના થી ગુમ થયેલી મહિલાની શોધ માટે પોલીસે વિશેષ પ્રયાસ હાથ ધર્યા હતા. ગુમ થયેલી મહિલાને શોધવા માટે I.U.C.A.W. યુનિટ તથા બોટાદની ટેકનિકલ ટીમે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સ – બંને માધ્યમોથી મળેલી માહિતીને આધારે ટીમે મહિલાની સંભવિત અવરજવર અને સ્થાનોને ટ્રેસ કર્યા. સતત મોનીટરીંગ અને લોકલ ઇનપુટ બાદ અંતે મહિલાને જામનગર જિલ્લામાં સલામત હાલતમાં મળી કાઢવામાં સફળતા મળી.
પોલીસ દ્વારા મહિલાને જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવી. આ કામગીરીથી પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. પોલીસ વિભાગે જણાવ્યું કે, ગુમ થયેલા નાગરિકોને શોધવા માટે માનવીય સૂત્રો સાથે ટેકનિકલ સાધનોનો યોગ્ય ઉપયોગ ભવિષ્યમાં પણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai