પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરમાં શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી હોય તેમ પોરબંદર શહેરમાં બે રહેણાંક મકાનમાંથી જુગાર ઝડપાયો હતો. પોરબંદરના હજુર પેલસે પાસે રહેતા દિવ્યેશ લાલજી સલેટે પોતાના ઘરે જુગારધામ શરૂ કર્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડયો હતો. આ દરમ્યાન નિલેષ બાલુ સુખડીયા,પ્રકાશ માવજી પાંજરી, માહિર રમેશ વાંઝા, મહિત રતનશી વાઢીયા અને અજય જશવત મકાવાણાને જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે જુગાર રમવા ભાડે મકાન આપનાર દિવ્યેશ લાલજી સલેટ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે સ્થળ પરથી રૂ.13560નો મુદામાલ કબ્જે કર્યો હતો.
અન્ય એક જુગાર પોરબંદરના વ્રજભુવન સોસાયટીમાં સંજય રામ મોકરીયાના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો, આ દરમ્યાન સંજય રામ મોકરીયા, દિપક ગોપાલ ડોડીયા, હરસુખ કેશુ ચાવડા અને રાજેશ વિનોદ ઠકરારને પોલીસે જુગાર રમતા ઝડપી લઇ અને સ્થળ પરથી રૂ.44430ની રોકડ રકમ કબ્જે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya