મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવશે,આજે ઇજનેરી કોલેજ ,મોડાસા ખાતે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું*
અરવલ્લી જિલ્લામાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ઇજનેરી કોલેજ, મોડાસા ખાતે રિહર્સલ કરવામાં આવ્યુ.જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા દ્વારા જરૂરી સૂચનો આપીને સુચારુ રૂપે આયોજન થાય તેવી ચર્ચા કરવામાં આવી.પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મોડાસા તાલુકા ખાતે થવાની છે. જે અંતર્ગત આજે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુંદર આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાવાસીઓ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ના મોડાસા ખાતેના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર જાહેર આમંત્રણ પાઠવે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ