પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક
ભાવનગર , 13 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને અમલીકરણની પ્રગતિની સમીક્ષા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક માનનીય જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પ્રા
પ્રાકૃતિક કૃષિ અભિયાન  અંતર્ગત પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક


ભાવનગર , 13 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને અમલીકરણની પ્રગતિની સમીક્ષા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક માનનીય જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના અધિકારીઓ તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂતોની સંખ્યા, તેમના ઉત્પાદનના ગુણવત્તા સુધારા, બજાર સુધી પહોંચ તેમજ તાલીમ કાર્યક્રમોની વિગતો રજૂ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં જ નહીં, પરંતુ માટીની ઉપજાઉ શક્તિ અને પર્યાવરણના સંતુલન જાળવવામાં પણ સહાયક સાબિત થઈ રહી છે.

જિલ્લા વિકાસ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે ગામ સ્તરે જાગૃતિ અભિયાન, પ્રદર્શન પ્લોટ અને તાલીમ વર્ગોનું આયોજન વધુ સક્રિય રીતે કરવું જોઈએ. સાથે જ, બજારમાં પ્રાકૃતિક ઉત્પાદનને યોગ્ય દરે વેચાણ સુનિશ્ચિત કરવા માટે સહકારી સંસ્થાઓ અને FPO સાથે સંકલન વધારવાની સૂચના આપી. બેઠકના અંતે તમામ ઉપસ્થિત અધિકારીઓએ સંકલ્પ લીધો કે, આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તાર વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સંયુક્ત રીતે કાર્ય કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande