શામળાજી કૉલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાઈ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ, જિલ્લા શિક્ષણધિકારીની કચેરી અને જિલ્લા કલેક્ટર ની સૂચના મુજબ અને પ્રિ. ડૉ. એ. કે. પટેલના માર્ગદર્શન નીચે
મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.) સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અત્રેની આર્ટ્સ કૉલેજ, શામળાજીમાં આ દિવસોમાં ઉમંગભેર કાર્યક્રમો થયા. પ્રથમ દિવસે અરવલ્લી જિલ્લા મથકે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયું જેમાં આ કૉલેજના અધ્યાપક અને સંસ્કૃત ભ
શામળાજી કૉલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાઈ  ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ, જિલ્લા શિક્ષણધિકારીની કચેરી અને જિલ્લા કલેક્ટર ની સૂચના મુજબ અને પ્રિ. ડૉ. એ. કે. પટેલના માર્ગદર્શન નીચે


મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.) સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અત્રેની આર્ટ્સ કૉલેજ, શામળાજીમાં આ દિવસોમાં ઉમંગભેર કાર્યક્રમો થયા.

પ્રથમ દિવસે અરવલ્લી જિલ્લા મથકે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયું જેમાં આ કૉલેજના અધ્યાપક અને સંસ્કૃત ભારતી દ્વારા નિયુક્ત અરવલ્લી જિલ્લા સંયોજક ડૉ. સંજય પંડ્યા સાથે ડૉ. મધુસૂદન વ્યાસ, ડૉ. વર્ષા પટેલ, ભૂ. પૂ. વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ જોડાયા. નવા બસ સ્ટેશન થી ટાઉન હોલ સુધી ગૌરવપૂર્ણ યાત્રા યોજાઈ. જેમાં સંસ્કૃત ભારતી દ્વારા ભાવી આયોજનો, શ્લોક ગાન, સૂત્રોચાર, સંસ્કૃત વાર્તાલાપ થયા. આ ઉપરાંત કૉલેજ કક્ષાએ સંસ્કૃત સુલેખન સ્પર્ધા, સંસ્કૃત રંગોલી, રાખડી સ્પર્ધા સાથે ભાઈને સંસ્કૃત પત્ર, શ્લોક ગાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃતમય વાતાવરણની રચના થઇ. અંતિમ ચરણમાં સંસ્કૃતના તથા અન્ય વિદ્યાર્થીઓને પણ ' संस्कृत वदतु ' પુસ્તિકા ભેટ અપાઈ, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહ્નન પારિતોષિક અપાયા. આ સ્પર્ધાઓના આયોજન અને નિર્ણાયકોમાં વિભાગના ડૉ. વર્ષા પટેલ, ડૉ. ઉર્વશી પટેલે મહત્વની કામગીરી કરી. ડૉ. એમ. એમ. વ્યાસે વિદ્યાર્થીઓને સંસ્કૃત નું મહત્વ સમજાવ્યું. આ દિવસોમા વિભાગના અધ્યાપકોએ અને પ્રિન્સિપાલ એ પણ સંસ્કૃત ભાષામાં વિડીયો બનાવી સ્વકીય સંદેશાઓ પાઠવ્યા. અંતમાં આભારવિધિ ડૉ. ઉર્વશી પટેલે કરી. સરકારના આ પ્રકારના ઉપક્રમ અંગે, મંત્રી દિલીપભાઈ કટારાએ સ્વકીય પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande