જામનગરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો: કોર્પોરેશનની ટીમો દ્વારા ફોંગીંગ સહિતની કામગીરી કરાઈ
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે, જ્યારે સૌથી વધુ ડેન્ગ્યૂના કેસ જ્યાં નોંધાયા છે ત્યાં મેડિકલ કેમ્પસમાં આરોગ્ય વિભાગે ચેકીંગ દરમિયાન પાણી ભરેલ ખાડા જોવા મળતા તેનો કોન્ટ્રાક્ટર પાસેથી એક હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
ફોગિંગ

હાલની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાની શક્યતા છે, જેને અનુલક્ષીને ઋતુજન્ય રોગચાળો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના કેસમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે. શહેરમાં નોંધાતા મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના કેસમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફિવર સર્વલન્સ એન્ટી લાવેલ, ફોગીંગ અને આરોગ્ય શિક્ષણ વિગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ શહેરમાં ડેન્ગ્યૂના કેસ નોંધાઈ રહ્યા છે. આ કેસોમાંથી ૭૬ ટકા કેસો મેડિકલ કેમ્પસમાંથી નોંધાઈ રહ્યા છે, જેના અનુસંધાને મેડિકલ કેમ્પસના તમામ ક્વાર્ટર્સ, હોસ્ટેલ, લાયબ્રેરી વિગેરે જગ્યાએ ફોંગીંગ તથા તમામ કેમ્પસમાં એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી દરમિયાન મેડિકલ કેમ્પસમાં ચાલી રહેલ બાંધકામ સાઈટમાં પાણી ભરાયેલ જોવા મળ્યું હતું, તેમજ તેમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં, જેનો આરોગ્ય ટીમ દ્વારા નાશ કરાયો હતો અને ન્યુસન્સ ફેલાવવા બદલ બાંધકામ સાઈટ માલિક પાસેથી રૂ. ૧૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો તેમ મેડિકલ ઓફિસર જામનગર મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

 rajesh pande