ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): શાર્દૂલ અન્વેષિકા ગુરુકુલ , અડાલજ (જમીયતપુરા) ખાતે ભગવદ્ગીતા આધારિત પરંપરાગત ‘શલાકા પદ્ધતિ’ શ્લોક સ્પર્ધા યોજાઇ.
ભારતીય શિક્ષણ પદ્ધતિ આધારીત શલાકા પદ્ધતિ અંતર્ગત, ત્રણ નિર્ણાયકોએ એક શલાકા (સળી જેવું સાધન) વડે ગ્રંથના કોઈ પણ પૃષ્ઠ પરથી કોઈ પણ શ્લોક/શબ્દની પંક્તિ પસંદ કરે છે અને સ્પર્ધકે તે શ્લોકને પૂર્ણ કરી તેના પહેલા અને પછી ના શ્લોકો કહેવાના હોય છે. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચાર તબક્કામાં જ્ઞાન, ઉચ્ચારણ અને અર્થ સમજાવવાની કસોટી આપી. આ કાર્યક્રમએ ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે નવી પેઢીમાં ઊંડો રસ જગાવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ