અમરેલી13 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી શહેરના બાળ હનુમાન મંદિર ખાતે સિનિયર સિટીઝન્સ સોસાયટી, અમરેલી દ્વારા સંચાલિત ‘કરુણામય અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં જોડાઈ સમાજ સેવાકાર્યોની પ્રશંસા કરી હતી.
સોસાયટી દ્વારા વૃદ્ધ નાગરિકોના આરોગ્ય, માનસિક સહાયતા અને સામાજિક સક્રિયતા માટે નિયમિત રીતે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન વૃદ્ધ નાગરિકોને આરોગ્ય ચકાસણી, જરૂરી માર્ગદર્શન તેમજ માનસિક ઉત્સાહ પ્રદાન કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કૌશિક વેકારિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “વૃદ્ધો આપણા સમાજના અનુભવ અને જ્ઞાનના ખજાના છે. તેમની સેવા અને સન્માન કરવું દરેક નાગરિકનો ફરજ છે.”
આ પ્રસંગે સોસાયટીના મુખ્ય કાર્યકર્તાઓએ ‘કરુણામય અભિયાન’ની ભાવના અને હેતુ અંગે વિગતવાર માહિતી આપી. કાર્યક્રમમાં શહેરના અનેક સિનિયર સિટીઝન્સ, સામાજિક કાર્યકરો તથા સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. અંતે, હાજર મહેમાનોનો આભાર માનતાં ભવિ
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai