સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા 78 વર્ષીય ખેડુતની વરીયાવ ગામ ખાતે આવેલ એક ડઝન જેટલી વડિલો પાર્જિત જમીન તેના પિતરાઈ ભાઈઓએ પચાવી પાડતા મામલો પોલીસમાં પહોîચ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જહાંગીરપુરા, અંકુરપાર્ક સોસાયટીમાં રહેતા ખેડૂત રમેશભાઈ મણીલાલ પટેલ(ઉ.વ.79)એ ગતરોજ સ્વ, ડાહ્નાભાઈ જીવણભાઈ પટેલ, સ્વ,ઈશ્વરભાઈ જીવણભાઈ પટેલ, પરસોત્તમભાઈ જીવણભાઈ પટેલ, રામુભાઈ જીવણભાઈ પટેલ અને પરમાનંદ ગુલાબભાઈ પટેલ (તમામ, રહે, વરીયાવ) સામે ફરિયાદ નોîધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ મૂળ વરીયાવ ગામના વતની છે તેમના પિતા મણીલાલ પટેલની વડીલો પાર્જિત વરીયાવ ગામમાં ઍક ડઝન જેટલા અલગ અલગ સર્વે અને બ્લોક નંબર ધરાવતી કિંમતી જમીનો આવેલી છે. આ જમીનો પચાવી પાડવા માટે આરોપીઓઍ 10 જુલાઈ 1997 ના રોજ આરોપીઅોઍ ભેગા મળી બોગસ પેઢીનામું બનાવ્યું હતું જેમાં તેમના પિતાનું નામ ઈરાદાપૂર્વક કમી કરાવી નાંખ્યું હતું જેથી તેઅો વડીલોના વારસદારોના કાયદેસર હક્કો કાપી શકાય. બનાવ અંગે રમેશભાઈ ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આગળની તપાસ ઈકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે