પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)યૂનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પ્રિ-પ્રાઇમરી વિભાગમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાનકડા બાળકો શ્રીકૃષ્ણ અને રાધાના વેશભૂષામાં ખૂબ જ મનમોહક લાગતા હતા. બાળકો દ્વારા કૃષ્ણજીના બાળલીલાઓ પર આધારિત નૃત્યો, ભજનો અને નાટિકાઓ રજૂ કરવામાં આવી. વિવિધ સ્પર્ધાઓ જેમ કે માટકી ફોડ, ફેન્સી ડ્રેસ નું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક જ્ઞાન વધારવાનો હેતુ રાખી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીથી બાળકોને શ્રીકૃષ્ણના ગુણો જેવા કે જીવનમાં સત્ય, ન્યાય અને ભક્તિના માર્ગે ચાલવાનું સંદેશ આપે છે. ભગવાન કૃષ્ણના આદર્શો આજે પણ લાખો લોકો માટે માર્ગદર્શનરૂપ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર