શ્રાવણીયા જુગાર પર, પાણીગેટ પોલીસની રેડ : 13 જુગારિયા ઝડપાયા
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણીયા જુગાર પર પાણીગેટ પોલીસની રેડ : 13 જુગારિયા ઝડપાયા છે. વડોદરા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પો
શ્રાવણીયા જુગાર પર પાણીગેટ પોલીસની રેડ : 13 જુગારિયા ઝડપાયા


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણીયા જુગાર પર પાણીગેટ પોલીસની રેડ : 13 જુગારિયા ઝડપાયા છે.

વડોદરા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ ટીમે વાઘોડીયા રોડ સુખધામ હવેલી નજીક નિલકંઠ સોસાયટીમાં રેડ પાડી હતી.

દરમ્યાન 13 જુગારિયા પત્તા-પાના વડે પૈસાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે રેડ દરમિયાન રૂ. 5,94,500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande