જામનગરમાં બીજા સાથે વાત કરવા બાબતે યુવાનને બે શખસોએ પાઇપ માર્યો
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના પટ્ટણીવાડમાં સોમવારની રાત્રે એક યુવાન પર બે શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો અને એક શખ્સે તલવાર બતાવી ધમકી આપી હતી. આ યુવાનને એક શખ્સ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઉપરોક્ત બનાવને અંજામ અપાયાનું પોલીસ ફરિયાદમ
હુમલો


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના પટ્ટણીવાડમાં સોમવારની રાત્રે એક યુવાન પર બે શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો અને એક શખ્સે તલવાર બતાવી ધમકી આપી હતી. આ યુવાનને એક શખ્સ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઉપરોક્ત બનાવને અંજામ અપાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી પીલુડી ફળીમાં રહેતો મહંમદઅકીલ અસગર શેખ નામનો યુવાન સોમવારની રાત્રે પટ્ટણીવાડમાં મોટા ચકલા પાસે ઉભો હતો ત્યારે પટ્ટણીવાડમાં જ રહેતા નઝરૂલ રફીક કુરેશી, સાફેજ અયુબ કુરેશી તથા મોતીસાર ઢાળીયા પાસે રહેતો અબુ સુફીયાન કુરેશી બે બાઈકમાં ધસી આવ્યા હતા.

આ શખ્સોએ તે જુનેદ સાથે બોલાચાલી કેમ કરી છે. તેમ કહી ગાળો ભાંડ્યા પછી નઝરૂલ તથા સાફેજે પાઈપથી હુમલો કરી ફટકા માર્યા હતા. અબુ સુફીયાને તલવાર બતાવી ધમકી આપી હતી અને આ વખતે તને જવા દઈએ છીએ અને જુનેદ સાથે હવે બોલાચાલી કરીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. સારવારમાં ખસેડાયેલા મહંમદઅકીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande