પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત 'મહિલા અને બાળ આરોગ્ય દિવસ'ની ઉજવણા કરવામાં આવી હતી. શહેરના કડિયા પ્લોટ વિસ્તારની પે. સેન્ટર શાળા ખાતે માહિતીપ્રદ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સર્વ શિક્ષા અભિયાનના જેન્ડર કો-ઓર્ડીનેટર, વૈશાલીબેન પટેલ દ્વારા વિદ્યાર્થિનીઓને આરોગ્ય જાણવણી અંગે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. દિવ્યાબહેન તથા તેઓની ટીમ દ્વારા મહિલાઓને આરોગ્ય સંભાળ તથા મેસટુઅલ હાઇજીન સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ટીમ દ્વારા હાજર કિશોરીઓનું હિમોગ્લોબિનનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા બાળ સુરક્ષા એકમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, તેમજ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના પ્રતિનિધિઓ દ્વારા મહિલાઓ અને બાળકો માટેની ઉપલબ્ધ સેવાઓ તથા યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ સાહેબની પણ ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આંગણવાડીના કાર્યકર્તાઓ દ્વારા કિશોરીઓમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવવા વાનગી - પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કડિયા પ્લોટ પે સેન્ટર શાળાના આચાર્ય નીરવ જોષી તેમજ સ્ટાફના સભ્યો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya