રાપર તાલુકાના સરપંચ 15મી ઓગસ્ટની દિલ્હીની ઉજવણીમાં મહેમાન તરીકે જશે, ગુજરાતના 3ને આમંત્રણ
ભુજ - કચ્છ 13 ઓગસ્ટ, (હિ.સ.) વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-2 હેઠળ કચ્છના રાપર તાલુકાના સરહદી બાલાસર ગામના સરપંચને દિલ્હીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાપર તાલુકાના બાલાસરના મહિલા સરપંચ જમણીબેન રામભાઈ ચૌધરીન
જમણીબેન


ભુજ - કચ્છ 13 ઓગસ્ટ, (હિ.સ.) વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-2 હેઠળ કચ્છના રાપર તાલુકાના સરહદી બાલાસર ગામના સરપંચને દિલ્હીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાપર તાલુકાના બાલાસરના મહિલા સરપંચ જમણીબેન રામભાઈ ચૌધરીને વિશેષ ગેસ્ટ દિવસની ઉજવણી માટે બોલવાયા છે. કચ્છના બોર્ડર વિસ્તારના એકમાત્ર મહિના સરપંચને દિલ્હી આમંત્રણ આવ્યું છે. જમણીબેનની સાથે તેમના સહયાત્રી તરીકે તેમના પતિ રામભાઈ ચૌધરી પણ ભુજથી ફલાઈટમાં દિલ્હી જશે.

ગુજરાતમાંથી ત્રણ સરપંચને દિલ્હીની મહેમાનગતિ-

ગુજરાતના કુલ 3 સરપંચોની દિલ્હી જશે. જેમાં કચ્છના એક માત્ર બાલાસરના સરપંચ જમણીબેન ચૌધરી, દિલ્હીમાં યોજાનાર ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકાર દ્વારા બોલવામાં આવ્યા છે. બોર્ડર ડેવલપમેન્ટના કાર્યક્રમ અંતર્ગત બોર્ડરના ગામોને રસ્તા, વીજળી, પાણી પુરવઠો, મોબાઈલ કનેક્ટિવિટી જેવા મૂળભૂત માળખાનો વિકાસ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓ માટે શૈક્ષણિક સંસાધનો. ટુરિઝમ સર્કિટ અને સાંસ્કૃતિક વારસો સ્થળોનો વિકાસ, ગામોની વિશેષ જરૂરિયાતો પર આધારિત ગામ-વિશિષ્ટ અને સીમા-વિશિષ્ટ યોજનાઓ કરવામાં આવી છે. બાલાસરના સરપંચ 4 દિવસનું દિલ્હીમાં રોકાણ કરશે. તેમના લાયઝન ઓફિસર તરીકે ડિસ્ટ્રક પ્રોજેક્ટ ઓફિસર જીતેન્દ્ર રાવલની નિમણુક ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને તેઓ બાલાસરના સરપંચ સાથે દિલ્હી જશે.

એપ્રિલમાં બોર્ડર પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 5 એપ્રિલ 2025ના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને મંજૂરી આપી હતી.

કેન્દ્ર સરકારનો હેતુ આંતરરાષ્ટ્રીય સીમાઓ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ ક્રોસ-બોર્ડર ગુનાઓને રોકવા અને સીમાવર્તી વિસ્તારોની આંતરિક સુરક્ષા મજબૂત કરવી, સીમાવર્તી નાગરિકોને રાષ્ટ્ર સાથે જોડવા અને તેમને “સીમા સુરક્ષા દળોની આંખ અને કાન” તરીકે વિકસાવવા. યુવાનો માટે સ્થાનિક રોજગાર અને આજીવિકાના અવસરો પેદા કરવા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande