-દરેક મતદારોના આધારકાર્ડ સાથે લીંક કરે : વી.કે. હુંબલ, પ્રમુખ કચ્છ કોંગ્રેસ
ભુજ - કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) બિહારમાં તેજસ્વી યાદવના ડબલ એપિક કાર્ડનો મુદ્દો બરાબર ચગ્યો છે તેવામાં કચ્છમાં પણ એક લાખથી વધુ બોગસ મતદારો હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ કચ્છ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે જાહેર આક્ષેપ કરીને ભારતનું ચૂંટણી પંચ લાજવાના બદલે ગાજતું હોવાનું પણ જણાવ્યું છે.
બોલો, રાહુલ ગાંધી પાસે પંચ એફિડેવિટ માગે છે....
માધ્યમો સાથે વાત કરતાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, દેશના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ધ્વારા આધાર પુરાવા આપવામાં આવ્યા છે. જ્યારે વોટચોરી કરીને ભાજપ લોકતંત્રને કલંકીત કરવાનું કામ કરે છે અને દેશનું ચુંટણીપંચ ભાજપની સરકાર બનાવવામાં મદદરૂપ બને છે. જે આખા દેશે જોયું ત્યારે ચૂંટણીપંચ લાજવાના બદલે ગાજે છે અને રાહુલ ગાંધી પાસેથી એફીડેવીટ માંગે છે. પરંતુ રાહુલગાંધીની વાતમાં તથ્ય છે અને દેશમાં ઘણી જગ્યાએ બોગસ મતદારો છે જે હકકીત કચ્છ ને પણ લાગુ પડે છે.
કલેકટરના માધ્યમથી ચૂંટણીપંચને ફરિયાદ કરાશે.
આ બાબતે અમ જિલ્લા કલેક્ટર કચ્છ મારફતે રાજય ચૂંણીપંચને ફરીયાદ કરીશું અને કોઈપણ મતદાર બે જગ્યાએ મતદાન કરે તેની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ એમ હુંબલે કહ્યું હતું. તેમની સાથે કોંગ્રેસ આગેવાનો રામદેવસિંહ જાડેજા, ડો. રમેશ ગરવા, પી. સી. ગઢવી, કિશોરદાન ગઢવી, અંજલિ ગોર જોડાયા હોવાનું જિલ્લા પ્રવક્તા ગનભાઇ કુંભારે જણાવ્યું હતું.
કચ્છમાં કેવી રીતે વસે છે બોગસ મતદારો? આ રહ્યા કારણો…
1. કચ્છ ઉપરાંત બહાર પણ મતદાર તરીકે નોંધ: જિલ્લાના અંદાજીત એક લાખથી વધારે મતદારોના નામ બે જગ્યાએ નોંધાયેલા હોય તેવું જણાય છે. જેમાં કચ્છના ઘણા મતદારો મુંબઈમાં પણ નોંધાયેલા છે અને તેઓ ગુજરાતમાં પણ વિધાનસભા, જીલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં મતદાન કરવા કચ્છમાં આવે છે જેના કારણે ચુંટણીઓના પરિણામ પ્રભાવિત થાય છે.
2. ગાંધીધામમાં પણ કેટલાકનું ડબલ મતદાન: એવા ઘણા મતદારો ગાંધીધામ શહેરમાં નોંધાયેલા છે જે ઘણા મતદારો બન્ને જગ્યાએ મતદાન કરે છે. જેની તપાસ થવી જરૂરી છે.
૩. મુન્દ્રા શહેરમાં 35 હજાર પરપ્રાંતિયોના ડબલ નામ: મુન્દ્રા શહેર અને તાલુકાના કેટલાક મતદારો બે જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા છે. અમુબ પરપ્રાંતીય લોકોના નામો માંડવી વિધાનસભામાં પણ બોલે છે. આ આંકડો અંદાજીત 35 હજાર જેટલો હોવાની શકયતા છે.
4. મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગ્રામપંચાયતમાં તપાસ કરો: ક્ષેત્રમાં જીંદાલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓના નામો દાખલ કરાવ્યાં છે. જયારે આ કર્મચારીઓ પરપ્રાંતીય અને અહિં નોકરી કરવા આવેલા છે અને મોટી ઉમરના હોવા છતા માત્ર 6 નંબરના ફોર્મ ભરાવી કચ્છના મતદારો બનાવી નાખ્યા છે. જે સમાઘોઘાના ગ્રામજનોની ઈચ્છા મુજબ નહિ પરંતુ કંપની ઇચ્છે તે સરપંચ બની શકે છે તો આ કંપનીના મતદારો કયા રાજયોના છે.? જે તે રાજ્યોમાં તેનું નામ નોંધાયેલા છે કે કેમ ? જેની તપાસ થવી પણ ખુબ જરૂરી છે નહિંતર કંપનીઓ તેની પસંદગી મુજબ સરપંચો કે તાલુકા-જીલ્લા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો બનાવી શકશે.
5. મતદારોની સંખ્યા વધારવા આગ્રહ: કચ્છ જીલ્લામાં ઘણી વખત કલેક્ટર તથા વહીવટીતંત્ર ધ્વારા મામલતદાર તેમજ તલાટીઓ ઉપર દબાણ લાવી મતદારોની સંખ્યા વધારવા માટે આગ્રહ કરાય છે. અને કંપનીઓના કર્મચારીઓના નામો દાખલ કરવા માટે ફરજ પડાય છે. જેના કારણે પણ કચ્છમાં બોગસ મતદારોની સંખ્યા વધતી જાય છે. જેની તપાસ થવી પણ જરૂરી છે.
6. કાયદાની જોગવાઈ મુજબ જીલ્લાની કુલ્લ વસ્તીના ૬૨% થી વધારે મતદારોની સંખ્યા ન હોઇ શકે જેની સામે કચ્છની કુલ્લ વસ્તી 23,63,૦૦૦ ની સામે અત્યારે 16,73,528 જેટલા મતદાર નોંધાયેલ છે. જે ૭૦ % થાય છે. તે જોતા કચ્છમાં બોગસ અને કબલ નામવાળા મતદારો હોય તેવું જણાય છે. જેની તપાસ કરવી જરૂરી છે.
7. માધાપર વર્ધમાનનગરમાં નોંધાયેલા ઘણા મતદારો ગ્રામ પંચાયતમાં પણ છે અને તે મતદારો ભુજ નગરપાલિકામાં પણ નોંધાયેલા છે. તેવીજ રીતે ગાંધીધામ બી.એસ.એફના 1100 જેટલા જવાનો ગળપાદર ગામમાં નોંધાયેલા છે. જેની બદલીઓ થઈ હોવા છતાં હજુ પણ કચ્છમાં તેમના નામો મતદાર યાદીમાં છે. તેવી જ રીતે રેલવેના કર્મચારીઓની બદલીઓ થઈ હોવા છતા ઘણા નામો હજી પણ નોંધાયેલા છે.
8. મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે 6 નંબરનો ફોર્મ ભરવામાં આવે છે પરંતુ ૨૦ વર્ષથી વધારે ઉમરના હોય તેવા નામો દાખલ કરતી વખતે ખરાઈ કરવી જોઈએ કે બીજા કોઈ જગ્યાએ તેનું નામ દાખલ છે કે ? કેમ તેમજ મોટી ઉંમરના લોકો 6 નંબર ફોર્મ ભરે ત્યારે તેમની પાસેથી સોગંદનામા સાથે બીજે નામ નોંધાયેલ નથી તેવી બાહેધરી લેવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA