સ્વાતંત્ર્ય પર્વના દિવસે ,બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)15મી ઓગસ્ટ આઝાદીનાં પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે યોજાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તેમજ સ્વાતંત્ર્ય દિનનાં રોજ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યો
સ્વાતંત્ર્ય પર્વના દિવસે ,બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.


પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)15મી ઓગસ્ટ આઝાદીનાં પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે યોજાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તેમજ સ્વાતંત્ર્ય દિનનાં રોજ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 300 થી વધુ કલાકારો પરફોર્મ કરશે. તા.14 ના રોજ સાંજે 6:30 કલાકે મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ “વંદન તને પોરબંદર યોજાશે. આ ઉપરાંત તા.15 ના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ યોજનાર ૬૫ મિનીટનાં વંદન તને પોરબંદર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 190 જેટલા કલાકારો પરફોર્મ કરશે.

જેમાં ગણેશ વંદના નૃત્ય વંદે માતરમ્ જેમા કથક, ભરતનાટયમ, દેશ ભક્તિ નૃત્ય કરાશે, પ્રવક્તા દ્વારા પોરબંદરની વાત ગૌરવશાળી ઈતિહાસ અને સાંપ્રત સમયમાં પરત ફરેલ ગાંધીજી કૃતિમાં નાટયાંશ ગાંધીજીનું આગમન,ઓપરેશન સિંદૂર પહેલા બનેલ આતંકી ઘટનાની વાત નાટયાંશ કૃતિ, ઓપરેશન સિંદૂર પર શોર્યતા પરની નૃત્ય રચના લોકનૃત્ય પ્રસ્તુતિ,મીઠાનો સત્યાગ્રહ અને હિન્દછોડો આંદોલન, બ્રિટીશરો દ્વારા અત્યાચાર કૃતિ નાટયાંશ ગાંધીજી અને સત્યાગ્રહીઓ તથા બ્રિટીશ સૈનિકો, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ અને સ્વચ્છતાનો સંદેશ નાટયાંશ, કૃષ્ણ રૂક્ષમણી લગ્ન પ્રસંગ તથા માધવપુરના દરિયાની વૈશ્વિક ઓળખ નાટયાંશ કૃતિ. જેઠવાવંશ અને રાજા નટવરસિંહજીનો પ્રસંગ નાટયાંશ, છગન ખેરાજ વર્મા (ક્રાંતિકારી) ની વાર્તા, લોકચેતનાની જાગૃતિ નાટયાંશ છગન ખેરાજ વર્મા,શેઠ દુર્ગાદાસનો પ્રસંગ જે બધા લોકોને આઝાદહિન્દ સેનાને પોતાનું અનાજ આપવા જણાવતા અનાજ વહાણ દ્વારા રંગુન પોચાડવા હાકલ નાટયાંશ શેઠ દુર્ગાદાસ પ્રસંગ, નાનજી કાલિદાસ મહેતાનો પ્રસંગ કે જેમણે કીર્તિમંદિર બનાવ્યું નાટ્યાંશ નાનજી કાલિદાસ મહેતાનો પ્રસંગ, નાગાજણ સિસોદિયાનો પ્રસંગ ભારતીય સૈનિકો પાકિસ્તાની સૈનિકો કૃતિ, વિર સપુત નાગાજણ સિસોદિયાની શહાદતનો પ્રસંગ, પોરબંદરનું પ્રખ્યાત ઢાલ તલવાર નૃત્ય,મહાત્મા ગાંધીજી રાષ્ટ્રવાદી પ્રધાનમંત્રીની વાત કરે છે કૃતિ નાટયાંશ તેમજ

ગ્રાન્ડ ફિનાલે કૃતિમાં તમામ કલાકારો દ્વારા રંગારંગ, સંગીતથી ભરપૂર સમૂહ નૃત્યની રજૂઆત કરશે. આમ 64 મિનિટનો વંદે તને પોરબંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત તા.15 ઓગસ્ટનાં રોજ બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહેર રાસ મંડળ છાયાનો વિશ્વ વિખ્યાત મણિયારો, તાંડવ નર્તન અને ક્લાઝોન એકેડેમીનો ક્લાસિકલ નૃત્ય, ઉત્સાહી ગરબા, સરગમ ગરબા અને ડાન્સ માસ્ટર એકેડેમીના કલાકારો દ્વારા ગુજરાતી ગરબા તથા શક્તિ લોકનૃત્ય મંડળનો ટિપ્પણી રાસ, એક્સ્ટ્રીમ ફિટનેસ ગ્રુપનું ઓપરેશન સિંદૂર તથા ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડર અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની 15પ કલાકારોની ટીમ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને આ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રજૂ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande