પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)નેદ્રા ગામ નજીક પાટણ-નેદ્રા રોડ પર આજે સવારે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. પાટણ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ડેર ગામથી આવી રહેલી ઈકો કાર વચ્ચે સામસામે ટક્કર થતાં ઈકો કારના ચાલક ગિરિરાજસિંહ રામસિંહ દરબારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોએ પણ મોટી સંખ્યામાં ત્યાં ભીડ એકત્રિત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અગમ્ય કારણોસર બંને વાહનો સામસામે અથડાયા હતા. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર