પાટણમાં રાંધણ છઠ્ઠે શાકભાજીના ભાવમા ઉછાળો જોવા મળ્યો.
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં રાંધણ છઠ્ઠના તહેવાર નિમિત્તે શાકભાજી બજારમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. તહેવારની ખરીદીથી વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે શા
શાકભાજીના


પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં રાંધણ છઠ્ઠના તહેવાર નિમિત્તે શાકભાજી બજારમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. તહેવારની ખરીદીથી વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ વર્ષે શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 60થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી શાકભાજી આજે 100 રૂપિયાને પાર પહોંચી ગઈ હતી. અડબીના પાન 80 રૂપિયા કિલો, મેથી 80 રૂપિયા કિલો, કોથમીર 100 રૂપિયા કિલો અને મરચાં 60 રૂપિયા કિલો મળી રહ્યા છે. ખાસ કરીને કંકોડાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે — અગાઉ 100થી 110 રૂપિયા કિલો મળતા કંકોડા હવે 160થી 180 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

પાટણ નગરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે. શ્રાવણના કૃષ્ણ પક્ષમાં નાગપાંચમથી પાંચ સંપુટનાં પર્વો ઉજવાય છે. શિતળા સાતમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દરેક પરિવાર ઠંડું ભોજન આરોગે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande